લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / આરબ દેશ યુએઈએ ઈતિહાસ રચ્યો હોપ અંતરિક્ષયાનનો મંગલ પ્રવેશ

સંયુકત આરબ અમીરાત(યુએઈ)ના અંતરીક્ષયાને મંગળ ગ્રહની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો છે.જેમાં યુએઈનું અંતરીક્ષયાન હોપ મંગળ ગ્રહની નજીક પહોંચી ગયુ છે અને પ્રથમ પ્રયાસમાં જ મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો છે.

આમ આ સાથે યુએઈ લાલ ગ્રહ પર પ્રવેશ મેળવનાર દુનિયાનો પાંચમો અને આરબ રાષ્ટ્રોનો પ્રથમ દેશ બન્યો છે.આમ આર્બીટરને અરબીમાં અમલ કહેવામાં આવે છે.આમ હોપ માર્સ મિશનને વર્ષ 2014માં યુએઈનાં રાષ્ટ્રપતિ હીઝ હાઈનેસ શેખ ખરીફા બિન ઝાયેદ અલ નાહયાન અને મહામહિમ શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકરીમ દ્વારા ઘોષિત સૌથી મોટી રણનીતિક અને વૈજ્ઞાનિક રાષ્ટ્રીય પહેલ માનવામાં આવે છે.આમ સારા બિંટ યુસેફ અલ અમીરી કે જે માર્સ મિશન માટે ડેપ્યુટી પ્રોજેકટ મેનેજર અને યુએઈનાં મુખ્ય રાજયમંત્રી છે.