લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટી ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી,કોવિનિચને બે સેટમાં હરાવી

દુનિયાની નંબર-1 મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટી ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે.જેમાં ઓસ્ટ્રેલિયાની બાર્ટીએ મોન્ટેનેગ્રોની ડેન્કા કોવિનિચને 6-0,6-0થી હરાવી બાર્ટીએ પ્રથમ રાઉન્ડની મેચ 44 મિનિટમાં જ જીતી લીધી હતી.

ત્યારે બીજીતરફ વિક્ટોરિયા અઝારેન્કા ઉલટફેરનો ભોગ બની તે બિનક્રમાંકિત જેસિકા પેગુલા સામે 7-5, 6-4થી હારીને પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગઈ છે.આ દરમિયાન 24 વર્ષની મેયર શેરિફ કોઈ ગ્રાન્ડસ્લેમના મુખ્ય રાઉન્ડની મેચ જીતનારી ઈજિપ્તની પ્રથમ મહિલા ખેલાડી બની છે.જેમાં શેરિફે ફ્રાન્સની કોલ પેક્કેટને 7-5,7-5થી હરાવી.જ્યારે બીજી મેચમાં પ્લિસકોવા,એનેટ કોન્ટાવેટ,કોકો ગોફ,હીથર વોટ્સન,સોફિયા કેનિન જીતી.

આમ બીજો ક્રમાંકિત ખેલાડી રાફેલ નડાલ 15મી વખત બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે.જેમાં સ્પેનના નડાલે સર્બિયાના લાસ્લો ડેરેને 6-3,6-4,6-1થી હરાવ્યો હતો.જ્યારે રશિયાના ડેનિયલ મેદવેદેવે કેનેડાના વાસેક પોસપિસિલને 6-2,6-2,6-4થી હરાવ્યો.આમ ભારતનો સુમિત નાગલ પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર ફેંકાઈ ગયો જેમાં નાગલને લિથુઆનિયાના રિકાર્ડેસ બેરાનકિસે 6-2,7-5,6-3થી હરાવ્યો.જ્યારે સ્ટીફાનોસ સિતસિપાસ,બોરના કોરિચ,ફેલિસિયાનો લોપેઝ,એલેક્સ ડિ મિનોર બીજારાઉન્ડમાં પહોંચ્યા છે.