લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / એસ્ટ્રાજેનેકા કોરોના રસીના ઉપયોગ પર ડેન્માર્ક,નોર્વે અને આઈસલેન્ડ દેશે રોક લગાવી

ડેન્માર્ક,નોર્વે અને આઈસલેન્ડ જેવા દેશોએ એસ્ટ્રાજેનેકાની કોરોના વેકિસનના ઉપયોગ પર વર્તમાન સમયમાં રોક લગાવી દીધી છે.જેમાં રસીકરણ બાદ કેટલાંક લોકોમાં લોહી ગંઠાઈ જવાની,જામી જવાની ખબરો બાદ આ પગલુ લેવામાં આવ્યુ છે.આમ આ પહેલા ઓસ્ટ્રીયાએ પણ એસ્ટ્રાજેનેકાના એક બેચના ઉપયોગ પર રોક લગાવી હતી.

ડેન્માર્કમાં વેકિસન લગાવ્યા બાદ એક 60 વર્ષિય મહિલાના લોહી જામ થઈ ગયું હતું.જેના કારણે તેનું મોત નીપજયુ હતું.તેને તે બેચની વેકિસન લગાવાઈ હતી.જેનો પ્રયોગ ઓસ્ટ્રીયામાં થઈ રહ્યો હતો.ત્યારે આ કેસ બહાર આવ્યા બાદ ડેન્માર્કે બે સપ્તાહ માટે વેકિસનનાં ઉપયોગ પર રોક લગાવી દીધી છે.નોર્વે અને આઈસલેન્ડે પણ આ પ્રકારનું પગલુ ઉઠાવ્યું છે.ઈટાલીએ પણ જણાવ્યું હતું કે એસ્ટ્રાજેનેકાની વેકિસનનો એક બેચ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

આ દરમ્યાન યુરોપીય યુનિયનના દવા નિયામક યુરોપીય મેડીસીન એજેન્સીનુ કહેવુ છે કે વેકિસનના ફાયદા તેનાથી થતા ખતરા સામે તેનો ઉપયોગ વધુ છે.