લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હવામાન ખાતાની આગાહી પ્રમાણે ચોમાસુ સામાન્ય રહેશે

કોરોનાના સંક્રમણથી દેશમાં ફેલાયેલા હાહાકાર વચ્ચે હવામાન વિભાગે થોડી રાહત મળે તેવી આગાહી કરી છે.ત્યારે હવામાન વિભાગનુ કહેવુ છે કે,કોરોના સંકટ વચ્ચે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે.જેમાં આ વર્ષે 96 થી 104 ટકા જેટલો વરસાદ રહે તેવુ અનુમાન છે.આમ દેશમાં જુનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ સક્રિય રહેશે.જેનાથી ખેડૂતોને ફાયદો થાય તેવું લાગી રહ્યુ છે.આમ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સરેરાશ વરસાદની સરખામણીએ 98 ટકા વરસાદ રહેશે તેવી આગાહી કરી છે.આ દરમિયાન આગામી 24 કલાકમાં રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ તેમજ તોફાની પવન ફૂંકાવાની આગાહી છે.