લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણી મુલતવી રખાઇ

ભારત સામે કારમી હાર મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ફેબ્રુઆરીના છેલ્લાં અઠવાડિયામાં સાઉથ આફ્રિકા પ્રવાસે રવાના થવાની હતી.જ્યાં સાઉથ આફ્રિકા સામે ૩ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રવાસ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમ પેઈનની આગેવાની હેઠળ 19 ટીમના સભ્યોના નામ પણ જાહેર કરી દીધા હતા.

પરંતુ કોરોનાના નવા સ્ટ્રેઈનથી દક્ષિણ આફ્રિકામાં વધી રહેલા કોરોના કેસના કારણે આ પ્રવાસને થોડા સમય માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અંતરીમ અધ્યક્ષ નીક હોક્લેયએ જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયન ટીમ દક્ષિણ આફ્રિકામાં વધી રહેલા કોરોના કેસને જોતા નિયત સમય મુજબ ટેસ્ટ શ્રેણી રમવા નહિ જાય.દર્શકોના સ્વાસ્થને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે.અમે આ શ્રેણી માટે ખૂબ જ ઉત્સુક હતા અને આ માટે પૂરતી તૈયારી કરી હતી પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં આ પ્રવાસ જોખમકારક રહેશે.

આમ આ શ્રેણી મુલતવી રહેતા જ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલની રેસમાંથી નીકળી ચૂક્યું છે.ત્યારે બીજીતરફ ન્યુઝીલેન્ડ ફાઈનલમાં ક્વોલીફાય થઈ ગયું છે.ત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરીઝના પરિણામ બાદ પોઈન્ટના આધાર પર બીજી ફાઈનલીસ્ટ ટીમની પસંદગી થશે. આમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ જૂન મહિનામાં લોર્ડ્સમાં રમાશે.