લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઓસ્ટ્રેલિયાએ ભારતની તમામ ફ્લાઈટો પર આગામી 15 મે સુધી પ્રતિબંધ મુક્યો

ઓસ્ટ્રેલિયાએ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતથી આવનારી તમામ ડાયરેક્ટ ફ્લાઈટ પર આગામી 15મી મે સુધી રોક લગાવી દીધી છે.જેમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યુ હતુ કે ભારત યાત્રાના પગલે ઉભા થનારા સંભવિત કોરોનાના ખતરાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આમ આ પહેલા બ્રિટન,ઓમાન,ન્યૂઝીલેન્ડ સહિતના વિશ્વના ઘણા દેશોએ ભારતમાં વધી રહેલા કોરોના કહેર વચ્ચે ભારત પર ફ્લાઈટ બેન લાગુ કરી ચુક્યા છે.જેના કારણે આ દેશોમાં રહેનારા ભારતીય મૂળના લોકોને પરેશાનીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.આ સિવાય ઓસ્ટ્રેલિયા સરકારના આ નિર્ણયથી ભારતમાં રહેનારા હજારો ઓસ્ટ્રેલિયાના નાગરિકો ફસાઈ જવા પામ્યા છે.જેમાં આઈ.પી.એલ રમવા આવેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.આ અગાઉ કોરોના સામેના જંગમાં ભારતને મદદ કરવા માટે ઓસ્ટ્રેલિયાએ ઓક્સિજન સપ્લાય,પી.પી.ઈ કિટ,વેન્ટિલેટર મોકલવા માટેનો વાયદો કરવામાં આવ્યો છે.