લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઓસ્ટ્રેલિયન ટીમના કોચ જસ્ટિન લેંગર સામે ખેલાડીઓએ બળવો પોકાર્યો

ભારત સામે તાજેતરમાં રમાયેલી ટેસ્ટશ્રેણીમાં થયેલા પરાજય બાદ કેટલાક સિનિયર ખેલાડીઓએ બળવો પોકારીને અસંતોષ વ્યક્ત કર્યો છે.જોકે બીજીતરફ લેંગરે આ અહેવાલને રદિયો આપીને જણાવ્યું હતું કે આક્ષેપોમાં કોઈ સત્યતા નથી.ભારતીય ટીમ તેના ઘણા સ્ટાર ખેલાડીઓ વિના રમી હોવા છતાં પ્રવાસી ટીમે મેળવેલા શ્રેણીવિજય બાદ ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓએ લેંગરની મેનેજમેન્ટ સ્ટાઇલ અંગે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો છે.કારણ કે તેઓ નાની-નાની બાબતોમાં ખેલાડીઓ ઉપર વધારાનું દબાણ લાદતા હતા અને તેમનો મૂડ પણ વારંવાર બદલાતો રહેતો હોય છે.

આમ તેઓ ત્રણેય ફોર્મેટનું કોચિંગ સંભાળી શકતા નથી.આમ ખેલાડીઓને લેંગરની કોચિંગ સ્ટાઇલ સહેજ પણ પસંદ પડી નથી.તેઓ નાની-નાની બાબતે ખેલાડીઓને જાહેરમાં આકરા શબ્દો કહેતા હતા અને તેમના વારંવાર બદલાતા મૂડના કારણે ખેલાડીઓ તંગ આવી ગયા હતા.આમ આ સિવાય બ્રિસબેનના ગાબા ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ દરમિયાન લેંગર વધારે પડતી દખલઅંદાજી કરતા હતા.ચોથી ટેસ્ટના લંચ બ્રેકના સમયે બોલર્સને ક્યાં અને કઈ લાઇનથી બોલિંગ કરવી છે તેના આંકડાની યાદી આપી દીધી હતી.પ્રત્યેક ખેલાડી રમત દરમિયાન સતત દબાણ હેઠળ રહેતો હતો.