લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ઓસ્ટ્રેલિયન ઓપન વચ્ચે પાંચ દિવસનું લોકડાઉન લાદ્યુ

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે યોજાઇ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન વચ્ચે મેલબોર્નના શહેરી સત્તાવાળાઓએ નવા કોરોના સ્ટ્રેઇનના પગલે પાંચ દિવસનું લોકડાઉન લાદ્યુ છે.આમ નવા પ્રતિબંધ હેઠળ ૫૦ લાખથી વધુ વસતી ધરાવતું ઓસ્ટ્રેલિયાનું બીજા નંબરનું શહેર આગામી પાંચ દિવસ સુધી લોકડાઉનમાં રહેશે ત્યારે ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ માટે જ થોડીઘણી રાહત હશે.

યુ.કેમાં કોવિડ-૧૯નો નવો સ્ટ્રેઇન વધારે ચેપી હોવાથી ઓસ્ટ્રેલિયન ઓપનની મેલબોર્ન પાર્ક પર રમાતી આગામી મેચો પ્રેક્ષકો વગર રમાશે.