ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રતિદિન ૩૦,૦૦૦ પ્રેક્ષકોને સ્ટેડિયમમાં આવવા દેવાની છૂટ આપવામાં આવી છે. આ હાજરી તેની સરેરાશ હાજરીના ૫૦ ટકા છે.આમ ઓસ્ટ્રેલિયન ઓપન આગામી ૮મી ફેબુઆરીથી શરૂ થઈ રહી છે.આ ટુર્નામેન્ટના છેલ્લા પાંચ દિવસ દરમિયાન આ મર્યાદા ઘટાડીને ૨૫,૦૦૦ હશે,કારણ કે ત્યારે મેચો ઓછી હશે.આમ કોવિડ-૧૯ પછી કદાચ આ સૌથી મોટી ટુર્નામેન્ટ હશે,જ્યાં પ્રેક્ષકો આટલા મોટાપાયા પર હાજર હશે.આમ આ ટુર્નામેન્ટના સ્થળે કુલ ૧૪ દિવસ દરમિયાન લગભગ ચાર લાખ લોકો મેલબોર્ન પાર્કની મુલાકાત લેશે.આમ છેલ્લા ત્રણ વર્ષની સરેરાશના ૫૦ ટકા લોકો જ તેની મુલાકાત લઈ શકશે.આ ટુર્નામેન્ટ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જોવા મળે છે તેવી નહીં હોય.કેટલાય મહિનાઓ પછી સમગ્ર વિશ્વ આટલી મોટી ટુર્નામેન્ટનું આયોજન જોશે.
આમ વિક્ટોરિયામાં છેલ્લા ૨૪ દિવસથી અને ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૧૩ દિવસથી કોરોનાનો કોઈ કેસ જોવા મળ્યો નથી.ત્યારે ઓસ્ટ્રેલિયાની સરકારે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ફેબુઆરીથી રસીકરણનો ક્રાયક્રમ શરૂ થઈ જશે.
આમ ભારતના ટેનિસ ખેલાડી રોહન બોપન્નાને ઓસ્ટ્રેલિયન ઓપન માટે નવો ડબલ્સ પાર્ટનર જાપાનનો બેન મેકલેક્લેન મળ્યો છે.જે ન્યૂઝીલેન્ડમાં જન્મેલો મેક્લેક્લેન જાપાનનું પ્રતિનિધિત્વ કરે છે.આમ બોપન્ના મિકસ્ડ ડબલ્સમાં ચીનની ડુઆન યિંગયિંગ તરીકે જોડાણ કરશે.આમ આગામી સપ્તાહે શરૂ થનારી એટીપી ઇવેન્ટમાં મેન્સ ડબલ્સમાં બોપન્ના પાર્ટનર તરીકે ડેન્માર્કનો ફ્રેડરિક નીલ્સન હશે.આમ બોપન્નાનો ક્વોરેન્ટાઇન સમયગાળો શનિવારે પૂરો થયો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved