લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સિડની પહોંચ્યા,ન્યૂઝીલેન્ડની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે ઇંગ્લેન્ડ પહોંચી

આઇપીએલ સસ્પેન્ડ થયાના 2 અઠવાડિયા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પોતાના દેશ પરત ફર્યા છે.જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પણ ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે.તે ઇંગ્લેન્ડ સામે 2 ટેસ્ટ અને ત્યારબાદ ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમશે.આમ ન્યૂઝીલેન્ડની ટીમ પણ સિંગાપોર થઈને લંડન પહોંચી હતી.ત્યારે તેમને હિથ્રો એરપોર્ટથી સાઉથમ્પટનના એજિસ બાઉલમાં મોકલવામાં આવ્યા હતા.જ્યાં ટીમ 2 અઠવાડિયા સુધી ક્વોરન્ટીન રહેશે.આમ વિલિયમ્સન,કાયલ જેમ્સન,મિશેલ સેન્ટનર,ટીમ ફિઝિયો ટોમી સિમસેક અને ટ્રેનર ક્રિસ ડોનાલ્ડસન પણ માલદિવ્સમાં ક્વોરન્ટીન છે.જેઓ આજે લંડન ખાતે પહોંચશે.જ્યારે ટિમ સાઉથી,બી.જે.વોટલિંગ,રોસ ટેલર અને નીલ વેગનર બપોર સુધીમાં ઓકલેન્ડથી રવાના થશે.