લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અક્ષર પટેલ ટેસ્ટની ડેબ્યુ મેચમાં પાંચ વિકેટ લેનારો છઠ્ઠો ભારતીય બોલર બન્યો

ભારત-ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની કમર તોડી નાખવામાં મહત્ત્વનું યોગદાન આપનાર ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલે ડેબ્યુ ટેસ્ટમાં પાંચ વિકેટ ખેરવી છે.આમ આ સાથે જ તે ટેસ્ટ ડેબ્યુમાં પાંચ વિકેટ લેનારો બીજો લેફ્ટ આર્મ સ્પીનર બન્યો છે.આમ આ પહેલાં ફાસ્ટબોલર દિલીપ દોશીએ ચેન્નાઈમાં રમાયેલા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં પાંચ વિકેટ મેળવી હતી.જ્યારે ડેબ્યુ ટેસ્ટમાં પાંચ વિકેટ લેનારા બોલરોમાં વી.વી.કુમાર (1961),દિલીપ દોશી (1979),હિરવાણી (1988),અમિન મિશ્રા (2008),આર.અશ્વીન (2011) અને અક્ષર પટેલ (2021)નો સમાવેશ થાય છે.