લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અયોધ્યામાં રામજન્મની ઉજવણી સાદાઈથી મનાવાશે,શહેરની સરહદો સીલ કરાઇ

સમગ્ર દેશમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે વર્તમાન સમયમાં હરિદ્વારનો કુંભમેળો પણ ટુંકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે ત્યારે બીજીબાજુ રામનવમીના તહેવાર સમયે લાખો લોકો અયોધ્યા પહોંચતા હોય છે.ત્યારે વર્તમાન સ્થિતિને જોતા અયોધ્યામાં રામનવમીની ઉજવણી રદ કરવામાં આવી છે અને આ પવિત્ર શહેરની સીમાઓ સીલ કરવામાં આવી છે.તેમજ કુભમાંથી પહોંચતા સાધુ-સંતોને પણ પ્રવેશ આપવામાં આવશે નહી.