લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અયોધ્યા ખાતે રામમંદિર પરિસર હવે 107 એકરમાં થશે,ટ્રસ્ટે જમીન ખરીદી

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ ચાલુ છે.શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે રામમંદિર પરિસર હવે 107 એકરમાં બનાવવામાં આવશે.આ પહેલા આ જગ્યા 70 એકરની હતી.શ્રીરામ જન્મભૂમિ પરિસરની આસપાસ ટ્રસ્ટે 7285 સ્ક્વાયર ફીટ જમીન ખરીદી છે.જે પછી રામમંદિર પરિસરનું નિર્માણ 107 એકરમાં કરવામાં આવશે.અયોધ્યામાં 5 ઓગસ્ટ 2020એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિરનો શિલાન્યાસ કર્યો હતો.ત્યારબાદ કામ કરવામાં આવી રહ્યું છે.શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ મુજબ,રામજન્મભૂમિ પરિસરમાં પાંચ એકરના વિસ્તારમાં રામલલાનું મંદિર બનશે.તે સિવાય અન્ય ક્ષેત્રમાં અન્ય ઘણા મંદિર બનશે,મુસાફરો માટે સુવિધા હશે,મ્યુઝિયમ,લાઈબ્રેરી જેવા સ્થાનોનું નિર્માણ કરાવવામાં આવશે.મંદિર માટે લાંબાસમયથી પથ્થરોને કોતરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

આમ અયોધ્યામાં થઈ રહેલા મંદિર નિર્માણ માટે ટ્રસ્ટે ઘણી કંપનીઓની સાથે સમજુતી કરી છે.જેમાં લાર્સન એન્ડ ટુરબો લિમિટેડને શ્રીરામમંદિરના નિર્માણ માટે નિમવામાં આવી છે.આ સિવાય ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અને ડિઝાઈન એન્ડ એન્જિનિયરીગની સાથે કરાર કર્યો છે.ટ્રસ્ટ તરફથી આ વર્ષની શરૂઆતમાં મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાંથી ડોનેશન એકત્રિત કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.જે ડોનેશન અભિયાનમાં લગભગ 2100 કરોડ રૂપિયાનું ફન્ડ એકત્રિત થયું છે.