યોગ ગુરૂ બાબા રામદેવે કોરોના વાઇરસના સંક્રમણનો સામનો કરવા માટે વધુ એક દવા લોન્ચ કરી છે.જેમાં દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં બાબા રામદેવે નવી દવાની જાહેરાત કરી હતી.જે કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન તેમજ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા.
આમ બાબા રામદેવે પતંજલિની કોરોનિલ ટેબ્લેટ વડે કોવિડની સારવાર કરી શકાશે તેમ જાહેર કર્યું હતું.આ સાથે તેમણે આયુષ મંત્રાલયે કોરોનિલ ટેબ્લેટને સહાયક દવા તરીકે સ્વીકારી લીધી હોવાનો દાવો કર્યો આમ અગાઉ કોરોનિલ ટેબ્લેટને માત્ર ઈમ્યુનિટી બુસ્ટર માનવામાં આવી હતી.બાબા રામદેવે copp – who gmpના પ્રોટોકોલ અને સર્ટિફિકેશન સિસ્ટમ પ્રમાણે કોરોનિલ ટેબ્લેટને સહાયક દવા તરીકે ઘોષિત કરી છે.આમ પતંજલિએ કરેલા દાવા મુજબ દવાના ઉપયોગથી 70 ટકા દર્દીઓ 3 દિવસમાં સાજા થઈ ગયા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved