ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગ્રાહકોને ગંદી અને ફાટેલી નોટ આપનારી બેંકોને દંડ ચુકવવો પડશે. ફાટેલી નોટ તેમજ ડુપ્લિકેટ કરન્સી આપનારી બેંકોએ ગ્રાહકોને 100 રૂપિયા સુધીનો દંડ ચુકવવો પડશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. બેંકોએ 50 થી 100 રૂપિયા પ્રતિનોટ પર દંડ ભરવો પડશે તેવો નિયમ ક્લીન નોટ પોલિસી અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયમ લાગું કરવામાં આવ્યો છે. આ નિયમ એપ્રિલ મહીનાથી લાગું કરી દેવામાં આવશે. સાથે બેંકોના સીસીટીવી ખરાબ હોશે તો પણ બેંકો પાસેથી દંડ વસુલી કરવામાં આવશે.
ગંદી-ફાટેલી તેમજ ડુપ્લિકેટ નોટો તેમજ બેંકો દ્વારા ફાટેલી નોટો ન બદલી આપવામાં પર બેંકોને દંડ ફટકારવામાં આવશે. બેંકો દ્વારા સિક્કા જમા ન કરવામાં આવે અથવા તો બેંકો સિક્કાઓ ન આપે તો પણ બેંકોને એક લાખ રૂપિયા સુધીનો દંડ ચુકવવો પડશે.
બેંકોની સારી કામગીરી બદલ ઈનામ મળશે
ગ્રાહકોની સેવાઓ વધુ પડતી સારી બનાવવા માટે આરબીઆઈ સારી કામગીરી બદલ બેંકોને ઈનામ આપશે તેવી જાહેરાત નવી ગાઈડ લાઈનમાં કરવામાં આવી છે. ઉપરાંત 50 રૂપિયા સુધીની નોટો બદલી આપવા પર બે રૂપિયા મળશે. જ્યારે અન્ય ફાટેલી નોટો બદલી આપવા પર પ્રતિનોટ પર બે રૂપિયા બેંકોને આપવામાં આવશે. જો બેંક દ્વારા એક બેગ સિક્કાની વહેંચણી કરવામાં આવશે તો બેંકને 25 રૂપિયા આરબીઆઈ આપશે.
નકલી નોટો પર બેંકો રાખશે બાજ નજર
નકલી નોટો પર બાજ નજર રાખવા માટે દરેક બેંકોમાં મોનીટરિંગ સાથે જિમ્મેદારી પણ વધારી દેવામાં આવશે. દરેક બેંકની હેડ ઓફિસમાં નકલી નોટ વિજિલેસ સેલની એક ટીમ બનાવવામાં આવશે. જે નાની શાખાઓમાંથી આવતી દરેક નકલી નોટોની ચકાસણી કરી હિસાબ રાખશે. નકલી નોટોની જાણકારી નેશનલ ક્રાઈમ રિકોર્ડ બ્યુરો ઉપરાંત ફાઈનેશ્યિલ ઈન્ટેલીજેસ યુનિટ એટલે કે એફઆઈયુને પણ તેની જાણકારી આપશે સાથે નકલી નોટનો નાશ કરવો અથવા નકલી કરન્સી સાથે પકડાઈ જોવું તેવી બાબતને ગંભીર અપરાધ માનવમાં આવશે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved