લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / બીસીસીઆઈના નવા ફિટનેસ ટેસ્ટમાં સંજૂ સેમસન સહિત છ ખેલાડીઓ ફેલ થતા મુશ્કેલી સર્જાશે

બીસીસીઆઇની નવી ફિટનેસ ટેસ્ટ ફરી ચર્ચામાં આવી છે. જેમાં બોર્ડ ખેલાડીઓની ફિટનેસને જુદા સ્તરે લઇ જવા માટે એક નવા ટેસ્ટની શરૂઆત કરશે.જેમાં તેમણે ૮.૩૦ મિનિટમાં બે કિલોમીટર દોડવું પડશે.આમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ વ્હાઇટ બોલની ક્રિકેટ પહેલાં કેટલાક ખેલાડીઓએ એન.સી.એમાં ટેસ્ટ આપ્યો હતો જેમાં સંજૂ સેમસન સહિતના છ ખેલાડીઓ ફેલ થયા હતા.આમ આ ટેસ્ટ નવો હોવાને લીધે તેમને ફરી ટેસ્ટ પાસ કરવાનો મોકો મળશે.

આમ ટેસ્ટમાં ફેલ થનારા ખેલાડીઓમાં સંજૂ સેમસન ઉપરાંત ઇશાન કિશન,નીતિશ રાણા,રાહુલ તેવતિયા,સિદ્ધાર્થ કૌલ અને જયદેવ ઉનડકટના નામ સામેલ છે.આમ બીસીસીઆઇએ જણાવ્યું હતું કે જો ખેલાડીઓ બીજી વખત પણ આ ટેસ્ટને પાસ નહીં કરી શકે તો ઇંગ્લેન્ડ વિરુદ્ધ લિમિટેડ ઓવરની સીરિઝમાં તેમની પસંદગીમાં મુશ્કેલી આવી શકે છે.