લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / બી.સી.સી.આઇએ આગામી ટી-20 વિશ્વકપ માટે 9 વેન્યૂ પસંદ કર્યા,જ્યારે ફાઇનલ અમદાવાદમાં યોજાશે

બી.સી.સી.આઇએ આગામી ટી-૨0 વિશ્વકપ માટે ભારતમાં ૯ વેન્યૂને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.આમ બી.સી.સી.આઇની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.વિશ્વકપ માટેના ૯ વેન્યૂમા મુંબઇ,દિલ્હી,ચેન્નઇ,કોલકાતા,બેંગ્લુરુ,હૈદરાબાદ,ધર્મશાળા,અમદાવાદ અને લખનઉનો સમાવેશ થાય છે.જ્યારે ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.આ અગાઉ વર્ષ 2016માં ટી-૨૦ વિશ્વકપ ભારતમાં રમાયો હતો.જે વખતે 7 વેન્યૂમાં ટૂર્નામેન્ટની મેચ કરાવી હતી.આમ આ વખતે ટી-૨૦ વિશ્વકપમા 16 ટીમો ભાગ લેશે.આમ કોરોના વાયરસને કારણે વર્ષ 2020મા ટી-૨૦ વિશ્વકપ સ્થગિત કરવામાં આવ્યો હતો,જે ઓસ્ટ્રેલિયામાં થવાનો હતો.