લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય ક્રિકેટ બોર્ડે ક્રિકેટરોને કોરોના વેક્સિન મુકાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા

સરકારે દેશમાં કોરોનાનુ રસીકરણ શરૂ કરી દીધુ છે.ત્યારે વર્તમાન સમયમાં આરોગ્યવર્કર અને ફ્રન્ટ લાઈન કોરોનો વોરિયર્સને રસી મુકવામાં આવી રહી છે.આ દરમિયાન ભારતનુ ક્રિકેટ બોર્ડ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોને કોરોનાની રસી મુકાવવા માટે પ્રયાસ કરી રહ્યુ છે.આમ ખેલાડીઓ સતત બાયો બબલમાં છે અને તેમના માટે આ સ્થિતિ પરેશાની ઉભી કરી રહી છે એટલા માટે જ ખેલાડીઓને રસી મુકવામાં આવે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

આમ ભારતીય ખેલાડીઓ છેલ્લા 6 મહિનાથી બાયોબબલમાં છે.જેમાં ઓગસ્ટ મહિનામાં આઈપીએલ માટે યુએઈ પહોંચ્યા બાદ ખેલાડીઓ સીધા ઓસ્ટ્રેલિયા ટુર પર ગયા હતા.જ્યાંથી પાછા આવીને એક સપ્તાહનો સમય ખેલાડીઓને પરિવાર સાથે વીતાવવા મળ્યો હતો.ત્યારબાદ હવે ઈંગ્લેન્ડ ટુર માટે ફરી તેમને બાયોબબલમાં રહેવુ પડશે.તેવામાં બોર્ડનુ માનવુ છે કે જ્યાં સુધી ખેલાડીઓને રસી નહી મળે ત્યાં સુધી આ સ્થિતિ ચાલુ રહેશે.જોકે સરકાર ક્રિકેટરોને આ રસી મુકવાની પરવાનગી આપે છે કે નહી તે જોવાનું રહેશે.