લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બંગાળની ખાડીમાં QUAD દેશોની ડ્રિલ થશે

માલાબાર બાદ પ્રથમ વખત ક્વાડ દેશો ફ્રાંસના નેતૃત્વમાં બંગાળની ખાડીમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે.જેમાં ભારતીય નૌસેના 5 થી 7 એપ્રિલ સુધી પૂર્વીય હિંદ મહાસાગરમાં અમેરિકા,ઓસ્ટ્રેલિયા,ભારત અને જાપાન સાથેની ફ્રાંસીસી નૌસેના અભ્યાસમાં ભાગ લઈ રહી છે.જેમાં આ યુદ્ધાભ્યાસને 18મી શતાબ્દીના ફ્રાંસીસી નૌસેના અધિકારીના નામ પરથી લા પેરોસ નામ આપવામાં આવ્યું છે.

જેમાં ભારતીય નૌસેનાનું જહાજ INS સતપુડા (એક ઈન્ટીગ્રહ હેલિકોપ્ટર સાથે) અને પી 8I લોન્ગ રેન્જ મૈરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ સાથે આઈ.એન.એસ કિલ્તાન પ્રથમ વખત બહુપક્ષીય સામુદ્રિક અભ્યાસ લા પેરોસમાં ભાગ લઈ રહ્યું છે. ભારતીય નૌસેનાના જહાજ અને વિમાન ફ્રાંસની નૌસેના (એફ.એન),રોયલ ઓસ્ટ્રેલિયન નેવી (આર.એ.એન),જાપાન મૈરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ (જે.એમ.એસ.ડી.એફ) અને અમેરિકી નૌસેના (યુ.એસ.એન)ના જહાજ અને વિમાન 3 દિવસના સમુદ્રી અભ્યાસમાં હિસ્સો લઈ રહ્યા છે.

આમ ક્વાડ એ ભારત,અમેરિકા,ઓસ્ટ્રેલિયા અને જાપાન દેશોનું જૂથ છે.જેનો ઉદ્દેશ્ય હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં લોકશાહી દેશોના હિતોની રક્ષા કરવાનો અને વૈશ્વિક પડકારોનો સમાધાન કરવાનો છે.