લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભુવનેશ્વરકુમારને આઇ.સી.સી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો

ભુવનેશ્વર કુમારને ઇંગ્લેન્ડ વિરુદ્ધ માર્ચમાં રમાયેલી સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરવા માટે આઇ.સી.સી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.જેમાં ભુવનેશ્વરે ત્રણ વનડેમાં ૪.૬૫ની સરેરાશથી 6 વિકેટ લીધી હતી,જ્યારે 5 ટી-૨૦માં ૬.૩૮ની સરેરાશથી 4 વિકેટ લીધી હતી.આમ ભુવનેશ્વર આ એવોર્ડ મેળવનાર સતત ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે.આમ જાન્યુઆરીમાં પ્રથમ એવોર્ડ વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતને મળ્યો હતો ત્યારબાદ ફેબ્રુઆરીમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને એવોર્ડ મળ્યો હતો.આમ આ વખતે ભુવનેશ્વર ઉપરાંત અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન અને ઝિમ્બાબ્વેનો સીન વિલિયમ્સ પણ રેસમાં હતો.