લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બિહારમાં આગામી 15 મે સુધીનું લોકડાઉન કરાયું મુખ્યમંત્રી નીતિશકુમારની જાહેરાત

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે.જેના કારણે એક બાદ એક રાજ્યોમાં લોકડાઉન લાગુ થઇ રહ્યું છે.ત્યારે બિહાર સરકાર દ્વારા પણ આગામી 15 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.જે અંગે મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરતા કહ્યું છે કે કેબિનેટ પ્રસ્તાવ ઉપર આજે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સાથે જ લોકડાઉન અંગેની વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવાનો આદેશ આપ્યો છે.આમ આ પહેલા ઓડિશા અને હરિયાણા સરકાર પણ રાજ્યમાં લોકડાઉન જાહેર કરી ચુકી છે.ત્યારે કોરોના વાયરસની ચેઇન તોડવા માટે બિહાર સરકાર પર સતત લોકડાઉન લાગુ કરવાનું દબાણ થઇ રહ્યું હતું.