લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / નીતિશકુમારે કોરોના વેક્સિન બાબતે કરી મોટી જાહેરાત,ચૂંટણી વચન પૂર્ણ કર્યું

બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે નીતિશકુમારની સરકારે રાજ્યના તમામ લોકોને ફ્રીમાં કોરોના વેક્સિન આપશે તેવું વચન આપેલું તે પૂર્ણ કરવાની તૈયારીમાં છે.બિહાર સરકારે પહેલી માર્ચથી તમામ ખાનગી હોસ્પિટલ્સમાં અપાનારી કોવિડ-19 વેક્સિનનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેવો નિર્ણય લીધો છે.આમ રવિવારે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ખાનગી હોસ્પિટલ્સમાં પણ ફ્રીમાં કોરોના વેક્સિન અપાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.આમ કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનના પ્રત્યેક ડોઝની મહત્તમ કિંમત રૂ.250 નક્કી કરવામાં આવી છે પરંતુ બિહારમાં તે લોકોને ફ્રીમાં મળશે.બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે વચન આપ્યું હતું કે જો તેઓ સત્તામાં ફરી આવશે તો બિહારના પ્રત્યેક નાગરિકને ફ્રીમાં કોવિડ-19 વેક્સિન લગાવવામાં આવશે.તેના અનુસંધાને સરકારના ગઠન બાદ નીતિશ કુમારની કેબિનેટે બિહારના પ્રત્યેક નાગરિકને ફ્રીમાં કોવિડ-19 વેક્સિન લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.