લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બિહારમાં વીજળી પડવાથી 22 જેટલા લોકોના મોત થયા

બિહારમાં ચોમાસાની સિઝન દરમિયાન આકાશમાંથી આફતનો વરસાદ થઈ રહ્યો છે.જેમા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વીજળીના કહેરથી 22 લોકોના મોત થયા છે.જેમા સૌથી વધુ સારણમાં 5 લોકોના મોત થયા છે,જ્યારે ભોજપુરમાં 4 લોકોના મોત થયા છે.આ ઉપરાંત બક્સર,નવાદા,પશ્ચિમી ચંપારણ,પૂર્વી ચંપારણ મુઝફ્ફરપુર, અરરિયા,બાંકા જિલ્લામાં વીજળીની લપેટમાં આવવાથી અનેક લોકોના મોત થયા છે.ત્યારે રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમારે વીજળીની લપેટમાં આવનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.જે અંગે તેમણે જણાવ્યુ હતુ કે તેઓ આપત્તિની આ ઘડીમાં પીડિત પરિવારોની સાથે છે.સીએમ નીતીશે બધા મૃતકોના આશ્રિતોને તાત્કાલિક રૂ.4-4 લાખની આર્થિક સહાયતા આપવાનો નિર્દેશ આપ્યો છે.આ સાથે જ તેમણે ખરાબ હવામાનમાં લોકોને સાવધાની રાખવાની વિનંતી કરી છે.