Error: Server configuration issue
બિહારમાં મુખ્યમંત્રી નીતિશકુમારે પાંચમી વખત રાજ્યની કમાન સંભાળ્યાના 80 દિવસ પૂર્ણ થઈ ગયા છે.ત્યારે આજે તેમની કેબિનેટનું વિસ્તરણ કરાશે.આમ નીતિશ સરકારના કેબિનેટ વિસ્તરણ પર રાજકીય પંડિતોની નજર જોવા મળી રહી છે.ત્યારે બપોરે કેબિનેટ વિસ્તરણની જાહેરાત થવાની સંભાવના છે. આમ નીતિશ કેબિનેટમાં ભાજપના વધુ 9 ધારાસભ્યો તેમજ નીતિશ કુમારના જેડીયુ પક્ષના 8 સભ્યોને સ્થાન મળશે.આમ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 74 બેઠકો જીત્યું હતું,જ્યારે નીતિશકુમારનો પક્ષ જેડીયુ ફક્ત 43 બેઠક પર જીત મેળવી શક્યું હતું.
આમ બિહાર સરકારના કેબિનેટ વિસ્તરણમાં ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને કેબિનેટ બેઠક મળી શકે છે.આમ શાહનવાઝ અગાઉ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે અને બિહારમાં મંત્રીપદે શપણગ્રહણ કરશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved