બિહારમાં નીતીશકુમારના નેતૃત્વમાં એનડીએના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ પુરું થયું છે.જેમાં બિહાર વિધાનસભાની વર્ષ 2020માં યોજાયેલી ચૂંટણી બાદ નીતીશકુમારની આગેવાનીમાં નવી સરકાર રચાયા પછી પ્રથમ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે.જે મંત્રીમંડળમાં 17 મંત્રીઓએ શપથ લીધા છે.જેમાં ભાજપના 9 ધારાસભ્યો તેમજ જેડીયુના 8 ધારાસભ્યોએ શપથ લીધા છે.આમ નીતીશ સરકારમાં મુખ્યમંત્રીને બાદ કરતા 13 મંત્રીઓ છે.જે પૈકી જેડીયુના ચાર અને ભાજપના સાત છે.જ્યારે વીઆઈપી કોટાના એક-એક મંત્રી છે.આમ બપોરે 12:30 કલાકે રાજભવનના રાજેન્દ્ર મંડપમાં શપથવિધિ યોજાઈ હતી.
આમ સૌપ્રથમ ભાજપના ધારાસભ્ય શાહનવાઝ હુસૈને ઉર્દૂમાં શપથગ્રહણ કર્યા હતા.ત્યારબાદ ભાજપના નીતિન નવીન,સમ્રાટ ચૌધરી,સુભાષસિંહ,આલોકરંજન,પ્રમોદકુમાર,જનકરામ અને નારાયણપ્રસાદે મંત્રી પદના શપથ લીધા હતા.જ્યારે જેડીયુમાંથી શ્રવણકુમાર,મદન સૈની,લેસીસિંહ,મહેશ્વરી હજારી,સંજય કુમાર ઝા,જમાખાન,સુમિતકુમાર સિંહ,જયંતરાજ અને સુનીલકુમારે શપથગ્રહણ કર્યા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved