લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મધ્યપ્રદેશના ભાજપના વરિષ્ઠ સાંસદ નંદકુમારસિંહનું નિધન થયું

મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના વરિષ્ઠ સાંસદ નંદકુમારસિંહનું કોરોના સંક્રમણ બાદ દિલ્હીની મેદાંતા હોસ્પીટલમાં સારવાર બાદ નિધન થયુ હતું.આમ તેમના નિધન પર મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહીત ભાજપના અન્ય નેતાઓએ શોક વ્યકત કર્યો છે.આમ સ્વ.નંદકુમારને શ્રધ્ધાંજલી આપતા મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નંદુ ભૈયાના રૂપમાં ભાજપે એક આદર્શ કાર્યકર્તા,કુશલ સંગઠક સમર્પિત જનનેતા ગુમાવ્યો છે.જ્યારે મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી.શર્માએ જણાવ્યું હતું કે ખંડવાના લોકપ્રિય સાંસદ નંદકુમારનાં નિધનથી સ્તબ્ધ છું.નંદકુમાર 6 વખત સાંસદ,2 વાર પ્રદેશ અધ્યક્ષ તેમજ 3 વાર નગરપાલિકા અધ્યક્ષ રહ્યા હતા.