લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભાજપના મંત્રીઓ અને સાંસદો પોતાના ક્ષેત્રોમા કોરોના વેક્સિન લગાવડાવશે

દેશમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે.ત્યારે સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો હતો.આમ વડાપ્રધાન મોદી બાદ કેન્દ્રીય મંત્રીઓ,ભાજપના સાંસદો અને ધારાસભ્યો પણ વેક્સિન લેશે.આમ મોદી સરકારના મોટાભાગના મંત્રીઓ,સાંસદો અને ધારાસભ્યોએ પણ પોતાના ક્ષેત્રમાં રસી લેવી પડશે.આમ ભાજપના સાંસદો,ધારાસભ્યો અને મંત્રીઓ આગામી એક સપ્તાહમા પૈસા ચુકવીને રસી લેશે.કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકો,તથા ગંભીર બીમારી ધરાવતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકો વેક્સિનનો લાભ લેશે.આમ જનપ્રતિનિધિઓને પૈસા ચુકવીને વેક્સિન લેવા તાકીદ કરવામાં આવી છે.જેથી સરકારી હોસ્પિટલમાં જરૂરિયાત ધરાવતા લોકોને ફ્રી વેક્સિનનો લાભ મળી શકે.