લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અભિનેતા રાજીવ કપૂરનું અવસાન ‘રામ તેરી ગંગા મૈલી’થી ઓળખ મેળવી હતી

બોલિવુડ અભિનેતા ઋષિ કપૂર અને રણધીર કપૂરના ભાઈ રાજીવ કપૂરનું મંગળવારે અવસાન થયું છે. રાજીવ કપૂરે રામ તેરી ગંગા મૈલી સહિતની અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.આમ નીતૂ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાજીવ કપૂરની તસવીર શેર કરી ‘રેસ્ટ ઈન પીસ’ લખ્યું હતું.આ સાથે જ તેમણે હાથ જોડતી હોય તેવી ઈમોજી દ્વારા પોતાની ભાવના પણ વ્યક્ત કરી હતી.

આમ 58 વર્ષીય રાજીવ કપૂરનું હાર્ટએટેકના કારણે અવસાન થયું છે.આમ તેમના મોટાભાઈ રણધીર કપૂર તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.પરંતુ ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા.આમ રણધીર કપૂરે પોતાના નાના ભાઈના મૃત્યુની પૃષ્ટિ કરીને પોતે પોતાનો નાનો ભાઈ ગુમાવ્યો છે અને રાજીવનું અવસાન થયું છે તેમ કહ્યું હતું.

અભિનેતા રાજીવ કપૂરે હિંદી સિનેમામાં અભિનેતા,પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.શમ્મી કપૂર અને શશિ કપૂર રાજીવ કપૂરના કાકા હતા.તેમણે ઈસ 1983માં રીલિઝ થયેલી ફિલ્મ એક જાન હે હમ દ્વારા સિલ્વર સ્ક્રીન પર અભિનેતા તરીકે ડેબ્યુ કર્યું હતું.ઈ.સ 1985માં રીલિઝ થયેલી ફિલ્મ રામ તેરી ગંગા મૈલીમાં તેમણે લીડ રોલ પ્લે કર્યો હતો.આમ તેમની આસમાન,લવર બોય,જબરદસ્ત અને હમ તો ચલે પરદેશ તેમની સૌથી લોકપ્રિય ફિલ્મો છે.