લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બોલીવૂડ સંસ્થા દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અપીલ કરાઇ

મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસના પગલે સરકાર લોકડાઉન લગાવવા અંગે વિચારણા કરી રહી છે ત્યારે બોલીવૂડ સાથે જોડાયેલી સંસ્થા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને ફરી રાજ્યમાં લોકડાઉન નહીં લગાવવા માટે અપીલ કરી છે.જે સંસ્થાએ પત્રમાં કહ્યુ છે કે,ગયા વર્ષે લાગુ કરાયેલા લોકડાઉનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારે નુકસાન ઉઠાવવુ પડ્યુ હતુ.જેમાં લાખો મજૂરો,ટેકનિશિયનો અને કલાકારો સામે લોકડાઉનનુ સંકટ ઉભુ થયુ હતુ.હવે જો ફરી લોકડાઉન લગાવાશે તો બોલીવૂડ સાથે જોડાયેલા તમામ લોકોને ભારે આર્થિક નુકસાન વેઠવુ પડશે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી મોટા સંકટમાં આવી જશે.

આમ ગયા વર્ષે લોકડાઉન લગાવાયુ ત્યારે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નિર્માતાઓ,અભિનેતાઓ અને અભિનેત્રીઓએ મજૂરોની મદદ કરી હતી.જોકે હવે સંખ્યાબંધ નિર્માતાઓ અને કલાકારો એવી હાલતમાં નથી કે તેઓ મજૂરો કે ટેકનિશિયનોની મદદ કરી શકે.આમ લોકડાઉન લાગુ થયુ તો તેમની સ્થિતિ વધારે બગડી જશે.તેમજ જે લોકોને બોલીવૂડમાં પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા હતા તેમને હજીસુધી કામ મળ્યુ નથી.તેવા સમયમાં જો ફરી લોકડાઉન આવ્યુ તો બીજા લોકો પણ રોજગાર ગુમાવશે.