લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પ્રજાપિતા બ્રહ્માકુમારીના મુખ્ય દાદી હ્રદયમોહિનીનું નિધન થયું,વિશ્વમાં શોકની લાગણી છવાઇ

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલિકા રાજયોગિની દાદી હ્રદયમોહિની દેવલોક પામ્યા છે.આમ 93 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.રાજયોગિની દાદી હ્રદય મોહિનીજીનું સ્વાસ્થ્ય થોડા સમયથી ઠીક નહતું.ત્યારે મુંબઈની સૈફી હોસ્પિટલમાં એમની સારવાર ચાલતી હતી.ત્યારે તેમના નિધનના સમાચારથી ભારત સહિત સમગ્ર વિશ્વભરમાં શોકની લાગણી પ્રસરાઈ જવા પામી છે.આ સાથે બ્રહ્માકુમારીના આગામી કાર્યક્રમો પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે.પાર્થિવ દેહને બ્રહ્માકુમારીના આબુરોડ ખાતે આવેલા શાંતિવન લઈ જવામાં આવશે.જ્યારે 12 માર્ચે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શાંતિવનમાં રાખવામાં આવશે અને 13 માર્ચે સવારે માઉન્ટઆબુના જ્ઞાન સરોવર એકેડમીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.