દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.જ્યાં છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલમાં 1386 કોરોના દર્દીઓના મોત થયા છે તેમજ 24 કલાકમાં કોરોનાના નવાં 61,602 દર્દીઓ નોંધાયા છે.આમ કોરોનાની અકળ પરિસ્થિતિના કારણે વર્તમાન સમયમાં બ્રિટન અને અમેરિકા સહિતના દેશો રસીકરણ પૂરજોશમાં કરી રહ્યા છે.આજે વિશ્વભરના કેસોનો આંક 11,45,45,709 થયો છે.ત્યારે એકસમયે બ્રાઝિલ કોરોનામુક્ત થવાના આરે હતો પરંતુ અત્યારે બ્રાઝિલમાં કોરોનાની બીજી લહેર આવતા ભયાનક પરિસ્થિતિ સર્જી છે.આમ અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ જ્હોનસન એન્ડ જ્હોનસનની કોવિડ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.ત્યારે અમેરિકામાં આ ત્રીજી વેક્સિન છે જેનો ઉપયોગ કોરોનાને અટકાવવા માટે થઇ રહ્યો છે.
આમ બ્રિટનમાં પણ વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે શાહી પરિવાર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે.આમ કોરોનાના ખતરાને મંદ કરી શકાય તેવા હેતુથી અમેરિકા અને બ્રિટન સહિતના દેશો રસીકરણ પૂરજોશમાં કરી રહ્યા છે અને વધુને વધુ લોકોને રસી આપી રહ્યા છે.ત્યારે ન્યૂઝીલેન્ડના સૌથી મોટાં શહેર ઓકલેન્ડમાં સાત દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved