લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રાઝીલમાં કોરોનાના કેસો વધ્યા- એક દિવસમાં 97,586 કેસ નોધાયા

ભારતમાં કોરોનાના વધેલા સંક્રમણની જેમ દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસો વધ્યા છે.ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી દુનિયાના હોટસ્પોટ બનેલા બ્રાઝીલ દેશમાં 97,000થી વધુ કેસ નોંધાયા હતા.આમ વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 6,22,386 કેસો નોંધાયા જેમાં 10,000થી વધુ લોકોનાં મોત થયા તેમજ કુલ કેસોની સંખ્યા 1.23 કરોડ થઈ છે.જ્યારે 24 કલાકમાં 2639 લોકોના મોત થયા છે.આમ અમેરિકામાં પણ કોરોના સંક્રમણના નવા 67,046 કેસ નોંધાયા જેમાં 1165 લોકોના મોત થયા તેમજ અત્યારસુધીમાં 3.07 કરોડ કેસો થયા હતા.ફ્રાંસમા 24 કલાકમાં 45,641,ઈટાલીમાં 23,696 કેસ નોંધાયા હતા.