લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રાઝિલમાં કોરોનાના નવા 74,376 કેસો નોંધાયા,જ્યારે વધુ 1840 લોકોના મોત થયા

કોરોના મહામારીને કારણે યુ.એસ અને યુરોપના દેશોની હાલત ખરાબ બની હતી પણ હવે મરણાંક ઘટી રહ્યો છે.પરંતુ બ્રાઝિલમાં કોઇ રાહત જોવા મળી નથી.બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાનો મરણાંક 1700 કરતાં વધારે નોંધાયો હતો.દુનિયામાં કોરોનાના નવા 1,51,915 કેસ નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા 11,59,11,297 થઇ હતી.જ્યારે કોરોનાને કારણે વધુ 3,135 લોકોના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક 25,73,982 થયો હતો.આમ બ્રાઝિલમાં કોરોનાના નવા 74,376 કેસો નોંધાયા હતા અને 1840ના મોત થયા હતા.જ્યારે મેક્સિકોમાં પણ કોરોનાના નવા 7800 કેસો નોંધાયા હતા અને 857 લોકોના મોત થયા હતા.આમ મેક્સિકોમાં કુલ મરણાંક 1,88,044 જ્યારે બ્રાઝિલમાં કુલ મરણાંક 2,59,402 થયો છે.