કોરોના સંક્રમણનો કહેર માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં ફરીથી પોતાની અસર બતાવી રહ્યો છે. બ્રાઝિલ એક વાર ફરી કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભારતને પાછળ છોડી દુનિયાનો બીજો દેશ બની ગયો છે.
દરરોજ 70 હજારથી વધારે દર્દીઓ આવી રહ્યા છે સામે
છેલ્લા કેટલાક દિવસોથી બ્રાઝિલમાં દરરોજ 70,000થી વધારે નવા દર્દી સામે આવી રહ્યા છે. લગભગ 2000 મોત દરરોજ નીપજી રહ્યા છે. શનિવારે બ્રાઝિલ ભારતને પછાડીને સંક્રમિતોના કેસમાં દુનિયાનુ બીજો સર્વાધિક પ્રભાવિત દેશ બની ગયો છે. મોતના મામલે આ પહેલેથી જ બીજા સ્થાને હતો.
WHOએ વ્યક્ત કરી ચિંતા
બ્રાઝિલની તાજેતરની સ્થિતિ પર WHOએ ચિંતા વ્યક્ત કરી છે. વેબસાઈટ વલ્ડોમીટર અનુસાર બ્રાઝિલમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1,14,39,250 થઈ ગઈ. જ્યારે કોરોનાથી મૃતકોની સંખ્યા વધીને 2,77,216 થઈ ગઈ છે.
તાજેતરના રિપોર્ટ અનુસાર બ્રાઝિલમાં સંક્રમિતો અને મોતની વધતી સંખ્યા પાછળ કોરોનાના નવા વેરિએન્ટ P.1 ને મુખ્ય કારણ માની રહ્યા છે. બ્રાઝિલમાં કોરોનાની નવી વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહી છે. આ તે લોકોને બીજીવાર ચપેટમાં લઈ રહ્યુ છે. જે પહેલા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
કોરોના કેસમાં અમેરિકા નંબર વન
કોરોના વાઈરસથી સંક્રમિત કેસમાં અમેરિકા પહેલેથી નંબર એક પર છે. વલ્ડોમીટરના તાજા રિપોર્ટ અનુસાર અમેરિકામાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 3,00,43,662 થઈ ગઈ છે. ત્યાં ભારત કોરોના દર્દીઓની સંખ્યાના ત્રીજા નંબર પર આવી ગયો છે. વર્તમાનમાં ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 1,13,58,644 થઈ ગઈ છે.