લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિટનમાં ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને એસ્ટ્રાજેનેકા સિવાયની રસી આપવામાં આવશે

બ્રિટનમાં દવાઓનું નિયમન કરતી સંસ્થા એમ.એચ.આર.એએ એસ્ટ્રાજેનેકા વેકિસન ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને આપવામાં નહી આવે તથા આ રસીના સ્થાને બીજી રસી આપવાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં એસ્ટ્રાજેનેકા વેકિસન લીધા પછી બ્લડ કલોટિંગની ફરિયાદો મળી હતી એ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.આમ માર્ચના અંત સુધીમાં જે લોકોને યૂકેમા વેકિસન આપવામા આવી હતી.તેમાંથી ૭૯ લોકોમાં બ્લડ કલોટિંગની સમસ્યા સર્જાઇ હતી.જેમાં ૧૯ લોકોના મુત્યુ થયા હતા.આમ જે લોકોએ વેકિસનનો પ્રથમ ડોઝ લીધો છે તેમને બીજો ડોઝ લેવાની સલાહ આપવામાં આવે છે.પરંતુ જેમને વેકિસન લીધા પછી લોહી જામી જવાની સમસ્યા ઉભી થઇ છે તેમને બીજો ડોઝ નહી લેવાની સલાહ આપવામાં આવી છે.