સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનું એપિસેન્ટર યુરોપ છે.ત્યારે હવે તે સામાન્ય જન-જીવન તરફ આગળ વધી રહ્યું છે.પરંતુ સાવધાની સાથે જેમ આ દેશોમાં વેક્સિનેશન ઝડપી બન્યું છે તેમ મહામારીની ગતિ પણ ધીમી પડી રહી છે.જેમાં કેટલાક દેશો મુસાફરી પરના પ્રતિબંધોને દૂર કરી રહ્યા છે.તેવા સંજોગોમાં યુરોપ સંપૂર્ણ અનલોકની સ્થિતિમાં આવી ગયું છે.ત્યારે સરકાર આગામી 17 મેથી બ્રિટનને સંપૂર્ણ અનલોક કરવાની યોજના ધરાવે છે.આમ યુરોપના 30 માંથી 20 દેશો અનલોક થઈ રહ્યા છે.ત્યારે કોરોનાથી સૌથી ખરાબ અસરગ્રસ્ત ઇટાલી,સ્પેન અને ફ્રાન્સ જોવા મળી રહ્યા છે.જ્યાંની હોટલો,રેસ્ટોરાં,પર્યટન સ્થળો અને આંતરરાષ્ટ્રીય મુસાફરી તબક્કાવાર ખોલવામાં આવી રહી છે.
આગામી 19 મેથી આ દેશોમાં પ્રતિબંધો હટાવવામાં આવશે.જેમાં ઓસ્ટ્રિયામાં આગામી 19 મેના રોજ રેસ્ટોરન્ટ્સ,હોટલો,સિનેમાઘરો અને રમતગમતની સંસ્થાઓ ખુલી જશે.પરંતુ નેગેટિવ રિપોર્ટ બતાવ્યા પછી જ એન્ટ્રી આપવામાં આવશે.આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કે જેમણે વેક્સિન લીધી છે તેઓ જ આવી શકશે.જ્યારે ડેનમાર્કમાં દુકાનો,રેસ્ટોરન્ટ ખુલ્યા છે.જ્યાં રેસ્ટોરન્ટની અંદર જમવા માટે તમારે એપ્લિકેશન પર માહિતી આપવી પડશે કે રિપોર્ટ નેગેટિવ છે કે વેક્સિન આપવામાં આવી છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved