લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિટનમા દરેકને સપ્તાહમાં બે વખત કોરોના ટેસ્ટ કરાવવા સલાહ અપાઈ

બ્રિટનમાં કોરોનાના વધતાં કેસોની સ્થિતિ અને લાંબા લોકડાઉન બાદ હવે અનલોકનો પ્રારંભ થયો છે.ત્યારે કોરોના પર નજર રાખવા દેશમાં દરેકને સપ્તાહમાં બે વખત કોરોના ટેસ્ટ કરાવવા સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે.આમ બ્રિટન દેશભરમાં મોલ-કલીનીક અને કોમ્યુનીટી સેન્ટરમાં ફ્રી કોરોના કીટ ઉપલબ્ધ બનાવશે અને હોમ ડીલીવરીની પણ વ્યવસ્થા કરશે.જેમાં બ્રિટન આગામી 9મીથી નવી વ્યવસ્થા અમલમાં મુકવા જઈ રહ્યું છે.જેમાં દરેક વયસ્ક વ્યક્તિને વેકસીન અપાઈ ચૂકી છે તેથી સરકાર માને છે કે હવે કોરોના ટેસ્ટીંગને સતત આકરી બનાવીને વાયરસ પર સતત નજર રાખી શકાશે.
દેશમાં લોકડાઉનના જે નિયંત્રણો છે તે હળવા કરવામાં આવી રહ્યા છે.તેમજ કોરોનાના સંક્રમણને રોકવા માટે કાયમી સીસ્ટમ ઉભી કરવામાં આવશે.અત્યારસુધીમાં બ્રિટનમાં 3.15 કરોડ લોકોને વેકસીનનો એક ડોઝ અપાઈ ગયો છે.ત્યારે આગામી તા.17 મેથી આંતરરાષ્ટ્રીય વિમાની પ્રવાસ પણ શરૂ થશે.