લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિટનની મુસાફરી કરતાં પ્રવાસીઓએ 4 કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવવા પડશે જેનો કુલ ખર્ચ રૂ. 52 હજાર થશે

હવે બ્રિટનની યાત્રા કરનારા લોકોએ પોતાની સાથે કોરોનાનાં 4 ટેસ્ટ કરાવેલા છે તેનું પ્રમાણ સાથે લઇને જવું પડશે,આમ નવા નિયમ મુજબ કોઇ એવો દેશ છે જે કોરોના હોટસ્પોટની યાદીમાં ન હોય ત્યારે કોઇપણ યાત્રી બ્રિટન માટે ઉડાન ભરે તો તેમને હોમઆઇસોલેશન સુધી 4 વખત કોરોના ટેસ્ટ કરાવવા પડશે.

આમ ચોથા ટેસ્ટ બાદ પ્રવાસીને ઘરમાંથી બહાર નિકળવાની મંજુરી મળી જશે,આમ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યાત્રિકોએ તમામ ટેસ્ટનો ખર્ચ પણ પોતે જ ઉઠાવવો પડશે અને જોતે એવું નહીં કરે તો તેમની પાસેથી દંડ વસુલવામાં આવશે.આમ હાલનાં સમયે કોઇપણ પ્રાઇવેટ લેબથી ટેસ્ટ કરાવવામાં રૂપિયા 13,155નો ખર્ચ થાય છે એટલે કે 4 ટેસ્ટ કરાવવામાં લગભગ 52 હજારનો ખર્ચ થશે.

આમ આ નવો નિયમ 15 ફેબ્રુઆરીથી અમલી બનશે આમ વર્તમાન નિયમ મુજબ પ્રવાસીઓનો સૌથી પહેલો ટેસ્ટ ઉડાન ભર્યાનાં 72 કલાક પહેલા થવો જોઇએ,ત્યારબાદ ક્વોરેન્ટાઇનનાં બીજા દિવસે બીજો ટેસ્ટ ખુબ જ જરૂરી છે.આ સિવાય યાત્રિકોએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે ત્યારબાદ હોમ આઇસોલેશનનાં પાંચમાં દિવસે યાત્રિકોનો ત્રીજો ટેસ્ટ ટેસ્ટ થશે તેમાં જો ત્રીજો ટેસ્ટ નેગેટીવ આવે છે તો યાત્રીકોને ક્વોરેન્ટીન સમયગાળાથી પહેલા બહાર નિકળવાની મંજુરી મળી જશે.ત્યારબાદ આઠમાં દિવસે ચોથો જરૂરી ટેસ્ટ કરવામાં આવશે.

આમ સરકાર માટે એ જરૂરી છે કે તે લોકોને સુરક્ષીત રાખવા માટે અને તેમનો જીવ બચાવવા માટે યોગ્ય પગલા ભરે.