લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિટને નિયંત્રણો હટાવવા રોડમેપ જાહેર કર્યો આગામી 21 જૂન સુધીમાં સામાન્ય જીવન થશે

કોરોના વાઈરસ સામેનો જંગ આયોજન મુજબ પાર પડે તો આગામી 21 જૂન સુધીમાં તમામ નિયંત્રણો ઉઠાવી સમગ્ર જીવન વ્યવહાર સામાન્ય થઈ શકવાનું બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસને જાહેર કર્યુ છે.આમ કોરોના વાઈરસના નવા વેવ અને લોકડાઉન હેઠળ રહેલા બ્રિટનમાંથી નિયંત્રણો તબકકાવાર હટાવવા બાબતે વડાપ્રધાન જોનસને રોડમેપ જાહેર કર્યો હતો જે અંતર્ગત માર્ચ 2020થી બંધ નાઈટકલબો 21 જૂનથી શરૂ કરી દેવાશે.આમ બ્રિટનમાં આંતરિક પ્રવાસ કરવાની છુટ્ટ 12 એપ્રિલથી અપાશે.આ સિવાય જીમ,સલુન તથા રીટેઈલ વેપારને આગામી 12 એપ્રિલથી ખોલાશે.

આમ કોરોનાનું સંક્રમણ વધુ હોય ત્યાં સ્થાનિક લોકડાઉન યથાવત રહી શકે છે.આમ દેશભરના નિયંત્રણો હટાવાતા પુર્વે સરકાર અને પ્રધાનો ચાર મુદાઓની ચકાસણી કરશે.સરકારે જાહેર કરેલા આ રોડમેપ મુજબ સમગ્ર જીવનવ્યવહાર સામાન્ય થવામાં 21 જૂન થઈ જશે.બ્રિટનમાં કોરોનાના નવા ભયાનક વેવ બાદ કેસો ઘટતા સરકારે રાહત અનુભવી છે. આમ વર્તમાન સમયમાં સરેરાશ દૈનિક 10,000 આસપાસ કેસ નોંધાઇ રહ્યા છે.