બ્રિટનમાં કોલ્ડવેવ : બ્રિટનની થેમ્સ નદી 60 વર્ષ પછી થીજી,છેલ્લા 25 વર્ષનું સૌથી નીચું તાપમાન નોધાયું
યુરોપમાં શિયાળો આકરો બની રહ્યો છે.ત્યારે સ્કોટલેન્ડના એબર્ડીનશાયરમાં તાપમાન માઈનસ ૨૩ ડીગ્રી નોંધાયુ હતુ.આમ બ્રિટનના હવામાન વિભાગ મુજબ છેલ્લા ૨૫ વર્ષની સૌથી ઠંડી રાત હતી.આ પહેલા વર્ષ ૧૯૯૫ની ૩૦મી ડિસેમ્બરે -૨૦ ડીગ્રી તાપમાન નોંધાયુ જ્યારે ઘણા સ્થળોએ તો સૌથી ઓછા તાપમાનના વિક્રમો પણ નોધાયા હતા.આમ આ તાપમાનથી લંડન વચ્ચેથી પસાર થતી થેમ્સ નદી પણ ૬૦ વર્ષ પછી પ્રથમવખત થીજી ગઈ હતી.
આમ આ સિવાય સ્કોટલેન્ડના ૩ વનવિસ્તારોમાં દાવાનળ સળગ્યાના બનાવો નોંધાયા છે.જેમાં ફાયર અને રેસ્ક્યુ સર્વિસે આગ બુઝાવવા માટે કામે લાગેલી છે.આમ બરફવર્ષાને કારણે રસ્તાઓ બંધ થયા હતા અને ક્યાંક ટ્રેન પણ અટકાવી પડી હતી.ત્યારે બીજીતરફ સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં વર્ષ ૨૦૧૦ પછીની સૌથી ઠંડી રાત નોંધાતા તાપમાન -૧૧ ડીગ્રી નોંધાયું હતું.જ્યારે વર્ષ ૧૯૬૩માં બ્રિટનમાં આકરો શિયાળો જોવા મળ્યો હતો.ત્યારે થેમ્સ નદી પર બરફનું પડ છવાયું હતું એવી જ સ્થિતિ ફરીથી સર્જાઈ હતી.આમ યુરોપના કેટલાય દેશોના મહાનગરોમાં તાપમાન માઈનસ ૧૦ કરતાં પણ ઓછું નોંધાઈ રહ્યું છે તો બીજીતરફ ૨ ફીટથી લઈને ૩ ફીટ સુધી બરફ વરસી રહ્યો છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved