લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિટિશ રાજ પરિવારના પ્રિન્સ ફિલિપનું નિધન થયું,વિંડસર કાસલમાં અંતિમ શ્વાસ લીધા

બ્રિટિશ રાજ પરિવારના 99 વર્ષીય પ્રિન્સ ફિલિપનું રોયલ ફેમિલીના વિંડસર કાસલમા નિધન થયું છે.જેમાં બકિંગહામ પેલેસે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું કે યુ.કેના મહારાણી ક્વીન એલિઝાબેથ- ધી સેકન્ડના પતિ,ડ્યુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપનું આજે સવારે નિધન થયું છે.આમ પ્રિન્સના અવસાનથી રાણીએ 73 વર્ષના સાથીદાર ગુમાવ્યા છે.આ સાથે જ યુ.કેમાં 8 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થયો છે.