લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બજેટમાં દેશની સૌપ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી માટે રૂ. 3,726 કરોડની જોગવાઈ કરાઇ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમને સંસદમાં રજૂ કરેલા બજેટમાં આગામી વસ્તી ગણતરી માટે રૂ.3,726 કરોડની જોગવાઈ કરી છે.આગામી સેન્સસ દેશનું સૌપ્રથમ ડિજિટલ સેન્સસ હશે તેમ નાણાંમંત્રીએ લોકસભામાં બજેટ રજૂ કરતા જણાવ્યું હતું.નિર્મલા સિતારમને બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ભાષા અનુવાદની પહેલ ઉપર કામ કરી રહી છે.

આ ઉપરાંત આગામી પાંચ વર્ષ માટે રૂ.4,000 કરોડના ખર્ચે ડીપ ઓસન મિશન પણ હાથ ધરાશે.કેન્દ્રીય બજેટમાં સિતારમને વધુમાં ઉમેર્યું હતું કે કરાર સંલગ્ન વિવાદોને ઉકેલવા સમાધાનકારી પદ્ધતિ સહિતના પગલાં લેવાશે.આમ કેન્દ્ર સરકાર નેશનલ નર્સિંગ અને મિડવાઈફરી કમિશન બિલનો પણ પ્રસ્તાવ લાવશે.તેમજ કેન્દ્રીય બજેટમાં દેશમાં ડિજિટલ પેમેન્ટના ચલણને પ્રોત્સાહન આપવા રૂ.1,500 કરોડની યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

આમ છેલ્લા કેટલાક સમયમાં ડિજિટલ પેમેન્ટમાં વધારો થયો છે.ડિજિટલ પેમેન્ટને વધુ પ્રોત્સાહન આપવા માટે બજેટમાં રૂ.1,500 કરોડની યોજનાનો પ્રસ્તાવ કરાયો છે.જેને પગલે ડિજિટલ પેમેન્ટને વધુ બળ પુરું પાડી શકાશે.વર્ષ 2019ના બજેટમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનાની દરખાસ્ત કરાઈ હતી.આ માટે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને આગામી પાંચ વર્ષમાં રૂ.50,000 કરોડનો ખર્ચ કરાશે.આ સંસ્થાની મદદથી દેશમાં સંશોધનને વેગ આપી શકાશે અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત રહેશે