લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ચેન્નાઈ-બેંગલુરુ-નાગપુર-નાસિક અને કોચ્ચિમાં મેટ્રોનું વિસ્તરણ કરાશે

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2021-11નું બજેટ રજૂ કર્યું છે.નાણામંત્રીએ બજેટમાં કોચ્ચિ, ચેન્નાઈ,બેંગલુરુ,નાગપુર અને નાસિક મેટ્રો રેલલાઈનમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને મેટ્રો બનાવવામાં લાઈટ અને નિયો નામની બે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

આમ નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે કોચ્ચિ મેટ્રો ફેઝ-2માં 11 કિમિ લાંબી લાઈન બનશે.ચેન્નાઈ મેટ્રો અંતર્ગત 100 કિમી લાંબી લાઈન બનાવાશે.જ્યારે બેંગલુરુ મેટ્રો પ્રોજેક્ટનું પણ વિસ્તરણ કરવામાં આવશે. નાગપુર અને નાસિક મેટ્રો પ્રોજેક્ટને પણ કેન્દ્ર સરકારની મદદ આપવામાં આવશે.બજેટમાં નાણામંત્રીએ જણાવ્યું છે કે,શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર 702 કિમિ લાંબી મેટ્રો લાઈન અત્યારસુધી બનાવી દેવામાં આવી છે. 1016 કિમી મેટ્રોલાઈન પર કામ ચાલી રહ્યું છે,આ કામ 27 શહેરોમાં થઈ રહ્યું છે.

આગામી માર્ચ 2022 સુધી બીજા 8500 કિમીનો રસ્તો બનાવી દઈશુ અને નેશનલ હાઈવે કુલ 11,000 કિમીનો પૂરો કરવામાં આવશે.આ સિવાય આર્થિક કોરિડોર પણ બનાવવામાં આવશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે,અમે રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની ફાળવણી કરી રહ્યા છીએ.ભારતીય રેલવે સિવાય મેટ્રો,સિટી બસ સેવા વધારવા પર ફોકસ કરવામાં આવશે તે માટે 18 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે ગયા મહિનાની શરૂઆતમાં નિયો મેટ્રો લોન્ચ કર્યું છે.આ દેશના તે શહેરો માટે છે જ્યાં 20 લાખની વસતી છે.રબડ ટાયર પર ચાલતી ત્રણ કોચની આ મેટ્રોનો ખર્ચ પરંપરાગત મેટ્રો નિર્માણ ખર્ચ કરતાં 40 ટકા ઓછો છે.તેમાં સ્ટેશન પરિસર માટે મોટી જગ્યાની જરૂર નથી.તે રસ્તાના સરફેસ અથવા એલિવેટેડ કોરિડોર પર ચાલી શકે છે.દરેક કોચમાં 200 થી 300 લોકો મુસાફરી કરી શકે છે અને તેને ચલાવવાનો ખર્ચ પરંપરાગત મેટ્રો કરતાં ઓછો આવે છે.