લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / કેનેડામાં ભારતીય વેકસીનની નિકાસ કેન્દ્ર સરકારે અટકાવી

ભારતે કેનેડા જતી સીરમ ઇન્સ્ટીટયુટની કોવીશીલ્ડ વેકસીનના શીપમેન્ટ રોકી દીધા છે અને જયા સુધી કેન્દ્ર સરકાર સુચના નહી આપે ત્યા સુધી કેનેડાને ભારતની કોઇ કંપની વેકસીન પુરી પાડશે નહી.આમ દેશમાં જે રીતે સંક્રમણ વધી રહયુ છે તે જોતા વેકસીનેશનના કાર્યક્રમમાં ઝડપ લાવવામાં આવી છે અને પુરતો જથ્થો ઉપલબ્ધ બની રહે તે માટે સરકારે કેનેડામાં વર્તમાન સમયમાં કોઇ વેકસીન નિકાસ નહી કરવા પુનાની સીરમ ઇન્સ્ટીટયુટને જણાવી દીધુ છે.જ્યારે કેનેડાને ભારતની આ કંપની તરફથી મે માસના મધ્ય સુધીમાં કોવીશીલ્ડના 15 લાખ ડોઝ મળવાના હતા.ત્યારે કેનેડાએ આ સિવાય અગાઉ રશીયાની સ્પુતનીક -ફાઇવ રસીના 5 લાખ ડોસ મેળવ્યા છે.