લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના છેલ્લા 24 કલાકમા 17,282 કેસ,104 લોકોના મોત

દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17,282 કેસ નોંધાયા છે,જ્યારે 104 લોકોના મોત થયા છે.આમ રાજધાનીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.ત્યારે છેલ્લા ચાર દિવસમા 45 હજાર કરતા વધુ કેસો સામે આવ્યા છે.જ્યારે મંગળવારે દિલ્હીમાં મુંબઇ કરતા પણ વધુ કોરોનાના કેસો સામે આવ્યા છે.ત્યારે અત્યારસુધીમાં દિલ્હીમાં 7,67,438 કોરોના કેસ નોંધાયા છે,જેમાંથી 7,05,162 લોકો સ્વસ્થ થયા છે,જ્યારે 11,450 લોકોના મોત થયા છે.