લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ઓટોમોબાઇલ સેક્ટરને વર્ષ 2019ની સરખામણીએ 60 થી 70% નુકસાન

કોરોનાને લીધે ઓટોમોબાઇલ બિઝનેસને પણ ઘણું નુકસાન થયું છે.આમ વર્ષ 2019ની સરખામણીમાં સરેરાશ 60 થી 70 ટકા નુકસાન થયું હોવાનું ડીલર એસોસિએશનના સભ્યો જણાવે છે.આમ શહેરમાં નવાં વાહનોનું નવેમ્બર-20ની સરખામણીએ ગત એપ્રિલ-20માં 8 ટકા વેચાણ હતું,આ પછી વેચાણમાં વધારો થતાં ગત નવેમ્બરમાં 140 ટકાનો વધારો થયો હતો.

આમ આરટીઓમાં કોરોનાની મહામારી વચ્ચે નવા વાહનોનાં રજિસ્ટ્રેશન મુજબ એપ્રિલ-20માં 1470ની સામે નવેમ્બર-20માં 20,409 વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું.આમ ડિસેમ્બરમાં પણ ઓછું વેચાણ નોંધાયું છે.જેમાં વાહનડીલરોએ કહ્યું હતું કે 40 લાખથી ઉપરની કારના વેચાણમાં 65 ટકાની અને 10 લાખથી માંડી 40 લાખ સુધીની કારમાં 30 ટકા અસર રહી હતી.આમ 7 લાખથી લઈ 15 લાખ સુધીની કારમાં 10 થી 15 ટકા જેટલો ફર્ક રહ્યો હતો.આમ નોકરિયાત વર્ગ અને સક્ષમ વેપારીઓએ ટેક્સ બેનિફિટ માટે કાર ખરીદીમાં રસ દાખવ્યો હતો.આમ વર્તમાન સમયમાં બેટરી ચાર્જિંગનાં વાહનોમાં વધારો થતાં તેની અસર પેટ્રોલ,ડીઝલ અને સીએનજી વાહનો પર થતાં તેનાં વેચાણમાં ઘટાડો થવાનો અંદાજ છે.