દેશની ટોચની તપાસ એજન્સી સીબીઆઈના નવા નિર્દેશકની નિયુક્તિમાં 100થી વધુ અધિકારીઓના નામ હોવાનો સંકેત મળ્યો છે.ત્યારે આગામી 24મેના રોજ મળનારી બેઠકમાં નવા ડીરેકટરની નિયુક્તિ થશે.આ નિયુક્તિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રામન્ના,વિપક્ષના નેતા તરીકે અધિરંજન ચૌધરીની કમીટી નિર્ણય લેશે.આમ આ યાદીમાં યુપી કેડરના આઈપીએસ અધિકારી એ.પી.મહેશ્વરીનું નામ હતુ જેઓ આ પ્રક્રિયા દરમ્યાન નિવૃત થઈ ગયા.ત્યારબાદ સીઆરપીએફના ડીજી તેમજ મધ્યપ્રદેશ કેડરના અધિકારી વિજયકુમારસિંહનું નામ પણ હતુ તેઓ પણ માર્ચ માસમાં નિવૃત થઈ ગયા છે.આ સિવાય સીબીઆઈના ડીરેકટર ઋષીકુમાર શુકલાનું નામ પણ હતુ પરંતુ તેમની નિયુક્તિમાં વિલંબ થતા તેમની નિવૃતિ તારીખ આવી ગઈ હતી.આમ આ પદ માટે ગુજરાત કેડરના અધિકારી પ્રવિણસિંહા સૌથી મોખરે ગણાય છે.જયારે ગુજરાતના બીજા અધિકારી તરીકે રાકેશ અસ્થાના અને એનએસસીના વડા વાય.સી.મોદીના નામ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved