દેશમાં થનારી સી.બી.એસ.ઇ બોર્ડ પરીક્ષા વિશે આજે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય આવ્યો છે.જેમાં કેન્દ્ર સરકારે શિક્ષણ અધિકારીઓ સાથે બેઠક કરીને નિર્ણય કર્યો છે કે ધોરણ- 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરવામાં આવશે.તેમજ ધો.12ની બોર્ડની પરીક્ષા સ્થગિત રાખવામાં આવશે.આમ મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ રાજય સરકારે રાજ્ય બોર્ડની પરીક્ષાઓ પાછી ઠેલવાનો નિર્ણય કરી દીધો છે.
આમ સી.બી.એસ.ઇની ધો.10 અને 12માં બોર્ડની પરીક્ષા આગામી 4મેએ થવાની છે.જેમાં બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે પરીક્ષા બે શિફ્ટમાં કરવામાં આવશે.પરંતુ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને પરીક્ષા પાછી ઠેલવામાં આવે તેવી શક્યતા છે.આમ આ પહેલાં ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિયેશને પણ ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા પાછી ઠેલવાની માંગણી કરી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved