લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેન્દ્ર સરકાર ગુજરાત રાજ્યને રેમડેસિવિર ઈન્જેક્શન આપશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછતને કારણે સારવાર ધીમી પડી રહી છે જેનાથી દર્દીઓ તેમજ પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.ત્યારે કેન્દ્ર સરકારે દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે.જેમાં ગુજરાતને આગામી 30 એપ્રિલ સુધી 1,63,500 રેમડેસિવિર આપવામાં આવશે,જેમાંથી 1,20,000 ઈન્જેક્શન ઝાયડસ કેડિલા કંપનીનાં રહેશે.આમ સૌથી વધુ મહારાષ્ટ્રને 2,69,200 ઈન્જેક્શન ફાળવવામાં આવશે.ત્યારબાદ બીજા નંબરે ગુજરાત છે.આમ ગુજરાતમાં પણ અમદાવાદ,સુરત અને રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળના દર્દીઓને ઈન્જેક્શનના ત્રણ ડોઝ પછી આગળના ડોઝ મળી શક્યા ન હતા.જેના કારણે ડોક્ટરો પણ દર્દીઓને 6 ઈન્જેક્શનનો કોર્સ પૂર્ણ કરાવી શક્યા નથી.