એકતરફ દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે કેન્દ્ર સરકારે વેક્સિનેશનની ધીમી ગતિને લઈ કેટલાક રાજ્યોને ચિઠ્ઠી મોકલી છે.જેમાં કેન્દ્રએ પંજાબ,દિલ્હી અને મહારાષ્ટ્રને ચિઠ્ઠી લખીને તેઓને વેક્સિનેશન વધારવા કહ્યું છે.મહારાષ્ટ્રને અત્યારસુધીમાં વેક્સિનના 1,06,19,190 ડોઝ આપવામાં આવ્યા છે,જેમાથી 90,53,523 ડોઝનો ઉપયોગ થયો છે અને તેમાં વેસ્ટેજનો પણ સમાવેશ થઈ જાય છે.જેમાં મહારાષ્ટ્રમા પ્રથમ ડોઝ 85.95 ટકા હેલ્થકેર વર્કર્સને લગાવવામાં આવ્યો છે,જ્યારે બીજો ડોઝ 41 ટકા લોકોને લાગ્યો છે.દિલ્હીને વેક્સિનના 23,70,710 ડોઝ આપવામાં આવ્યા છે,જેમાંથી 18,70,662નો ઉપયોગ થયો છે અને તેમા વેસ્ટેજનો પણ સમાવેશ થઈ જાય છે,આમ જો પંજાબની વાત કરવામાં આવે તો ત્યાં 22,36,770 ડોઝ મોકલવામાં આવેલા,જેમાંથી 14,94,663 ડોઝનો ઉપયોગ થયો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved